સતત એકધારી વાતો કરતા રહેતા મન ને શાંત કરવું એ ધ્યાન, એ માટે આપણે શ્વાસ થી શરૂઆત કરીએ, ધ્યાનની પ્રક્રિયા સાવ સરળ છે. આંખો બંધ કરીને તમારા પ્રાકૃતિક (સહજ) શ્વાસની સાથે રહો. ધ્યાન ભટકતા મનના તરંગોને શાંત કરે છે. પરિણામે જે પ્રાણઉર્જા નો સંગ્રહ થાય છે, તેનાથી સારૂ સ્વાસ્થ્ય, મનની શાંતિ અને જીવન પ્રત્યેની સમાનતા પ્રાપ્ત થાય છે. પીરામિડ ની અંદર કે પિરામિડ નીચે કરવામાં આવતું ધ્યાન પિરામિડ ધ્યાન કહેવાય છે...
વધુ માટે જુઓંપિરામિડ સ્પિરીચ્યુઅલ સોસાયટીઝ મુવમેન્ટ (PSSM) ના સ્થાપક બ્રહ્મર્ષિ પત્રીજીએ તેમના જીવનના શરૂઆતના વર્ષોમાં દીર્ધકાલીન સઘન અને સતત પ્રયોગો દ્વારા ધ્યાનની શક્તિ ને અનુભવ કરી, અને ૧૯૭૯ માં તેઓં બુધ્ધત્વ ને પ્રાપ્ત થયા. ત્યાર બાદ તેમણે શરૂ કરેલા વિશિષ્ટ અભિયાનમાં શિક્ષણ તેમજ ઉપદેશ દ્વારા શાકાહાર અને ધ્યાન ના ફાયદાઓ આ જગત ના દરેક વ્યક્તિ સુધી પહોચાડવાનું ધ્યેય રહ્યું છે. તેમનો અભિગમ સંપૂર્ણ વૈજ્ઞાનિક અને બિન-સાંપ્રદાયિક છે ... વધુ માટે જુઓં
પિરામિડ સ્પિરીચ્યુઅલ સોસાયટીઝ બિન-ધાર્મિક, બિન-સાંપ્રદાયિક અને બિન-વ્યાપારી સ્વૈચ્છિક-સંગઠનો છે. જેમનું એકમાત્ર ધ્યેય અનાપાનસતિ ધ્યાન, શાકાહારવાદ અને પિરામિડ-શક્તિ નો પ્રચાર તેમજ પ્રસાર કરવાનો છે. પિરામિડ સ્પિરીચ્યુઅલ સોસાયટીઝ મુવમેન્ટ (PSSM) એ વિશ્વસ્તરે ફેલાયેલા નવયુગ અધ્યાત્મ આંદોલન (New Age Spiritual Revolution) નો એક ભાગ છે. જે માનવજાત ને હિંસા થી અહિંસા તરફ, માંસાહાર થી શાકાહાર તરફ, ધાર્મિક અંધવિશ્વાસો અને માન્યતાઓ થી વૈજ્ઞાનિક પ્રયોગો તરફ અને મૂઢ ભૌતિકવાદ થી પ્રજ્ઞાવાન આધ્યાત્મિકતા તરફ દોરી જાય છે ... વધુ માટે જુઓં
આધ્યાત્મિક જીવન માટે શાકાહાર અતિ આવશ્યક છે. શાકાહાર અને આધ્યાત્મિકતા સમાન અર્થ ધરાવે છે. માટે પ્રત્યેક વ્યક્તિએ શાકાહારી બનવું જ જોઈએ ... વધુ માટે જુઓં
પિરામિડ એ સર્વતોમુખી વિકાસનું પ્રતીક છે. પિરામિડમાં ચાર બાજુઓ રહેલી છે. એ ચાર ખનીજ જગત, વનસ્પતિ જગત, પ્રાણી જગત અને મનુષ્ય જગત નું પ્રતિનિધિત્વ કરે છે. આ ચારે બાજુ પિરામિડમાં જોડાઈ ને એક બની જાય છે. આ આધ્યાત્મિકતા છે ... વધુ માટે જુઓં
No Copyright. Please spread the message of Anapanasati Meditation, Vegetarianism and Spiritual Science to the whole world.
Powered by PyramidEarth