પિરામિડ આ પૃથ્વી પરનું સૌથી વધુ ટકાઉ બાંધકામનું માળખું છે. એની રચના જ એ પ્રકારની છે કે સૌથી વધુ વૈશ્વિક ઉર્જા (Cosmic Energy) મેળવી શકે છે.
મિસરના મહાન પિરામિડોની જેમ પંક્તિબધ્ધ (aligned) અને 52 ડીગ્રી, 51 મિનીટ ના ખૂણાને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવે છે. આજ કારણથી તે બ્રહ્માંડ માંથી મળતી ઉર્જાના અક્ષય ભંડાર છે. દશ હજાર વર્ષો પહેલાં પ્રાચીન મીસરવાસીઓએ આજ સિધ્ધાંતને લક્ષ્યમાં રાખીને પિરામિડો બનાવ્યાં હતાં. આ પિરામિડ શક્તિ વિશ્વ ઉર્જા અને પૃથ્વી ની ગુરૂત્વાકર્ષણ શક્તિના મિશ્રણ થી ઉદભવે છે.
પિરામિડ ચાર મુખ્ય દિશાઓને એક સરખી રીતે રાખીને બનાવવામાં આવે છે. વિશ્વઉર્જા પિરામિડ ની ૧/૩ ઉચાઈએ સંગ્રહિત થાય છે. જેને ‘કીન્ગ્ઝ ચેમ્બર’ કહેવાય છે. આનો એક નમુનો પિરામિડ વેલી બેંગલોરમાં બનેલા મૈત્રેય બુદ્ધ પિરામિડ માં જોવા મળે છે.
પિરામિડ એક એવી ભૌમિતીક રચના છે જેમાં ઉર્જાની માત્રા ઘણી વધે છે. પિરામિડ માં કોઈપણ વસ્તુ રાખવામાં આવે તો એના તત્વોની ક્ષમતા આપોઆપ વિકાસ પામે છે. પિરામિડ માં રાખેલી વસ્તુઓ કે કંઈપણ રાખીએ, તેમાં કોઈ ફર્ક પડતો નથી. વધુમાં પિરામિડ એ ચીજો ને એવી બનાવી દે છે જેવી તે હોવી જોઈએ. બધું પોતાની પૂર્ણ આદર્શ અવસ્થામાં આવી જાય છે.
No Copyright. Please spread the message of Anapanasati Meditation, Vegetarianism and Spiritual Science to the whole world.
Powered by PyramidEarth