બ્રહ્મર્ષિ પત્રીજી

સુભાષ પત્રીજી નો જન્મ પિતા પી.વી. રામન્નારાવ અને માતા સાવિત્રીદેવી ના ગૃહે ૧૯૪૭માં , શક્કરનગર , જી. નિઝામાબાદ (આંધ્રપ્રદેશ) માં થયો.

તેમણે પ્રાથમિક તેમજ શાળાકીય શિક્ષણ બોધન અને સિકંદરાબાદ શહેરમાં લીધું. જયારે કોલેજનો અભ્યાસ તેમણે હૈદરાબાદ શહેર માંથી કર્યો.

આંધ્રપ્રદેશ એગ્રીકલ્ચર યુનિવર્સીટી માંથી તેઓ માટી-વિજ્ઞાન (Soil-Science) ની અનુસ્નાતક ની ઉપાધી ૧૯૭૪ માં મેળવ્યા બાદ એક મલ્ટીનેશનલ ફર્ટિલાઇઝર કંપની સાથે ૧૯૭૫ માં જોડાયા. પત્રીજી ૧૯૭૪ માં સ્વર્ણમાલા સાથે લગ્નગ્રંથી થી જોડાયા. તેઓ પરિણીતા અને પરિમાલા એમ બે પુત્રીઓ ના પિતા છે. બંને પુત્રીઓનો જન્મ અનુક્રમે ૧૯૭૮ અને ૧૯૮૨ માં થયો.



BRAHMARSHI PATRIJI



PATRIJI & SWARNAMALA PATRI



PATRIJI FAMILY

બુધ્ધત્વ

ધ્યાન ના ઘણા ગહન અને ગંભીર પ્રયાસો અને અનુભવો ના પરિણામે ૧૯૭૯માં પત્રીજી આત્મસાક્ષાત્કાર, પરમજ્ઞાન અને બુધ્ધત્વને પામ્યા. ત્યાર પછી તેઓ આ જગતના દરેક વ્યક્તિ જાગૃત બને તેમજ બુધ્ધત્વને મેળવે એવા સંકલ્પને લઇને તેઓ સઘન પ્રયાસો કરી રહ્યા છે. વધુમાં તેમણે એક દાયકા દરમિયાન ૫૦,૦૦૦ થી વધુ અધ્યાત્મવિજ્ઞાન તેમજ ધ્યાન-વિજ્ઞાન વિષેના પુસ્તકો નો અભ્યાસ કરેલો છે.

આધ્યાત્મિક આંદોલન

પત્રીજીએ ‘ધ કરનુલ સ્પિરિચ્યુઅલ સોસાયટી’ ની સ્થાપના ૧૯૯૦ માં કરનુલ (આંધ્રપ્રદેશ) ખાતે કરી. તેમનું એકમાત્ર અભિયાન ધ્યાનના વિજ્ઞાન પ્રત્યે બધા લોકો જાગૃત બને અને ધ્યાનને કારણે મળતાં શારીરિક, માનસિક અને બૌદ્ધિક સ્વાસ્થ્ય અને સુખાકારી નો લાભ દરેક ને મળે.

પિરામિડ ધ્યાન

પત્રીજીએ ૧૯૯૧ માં કરનુલ ખાતે પ્રથમ પિરામિડ ની સ્થાપના કરી. ૧૯૯૬ માં બીજું પિરામિડ ઉરૂવાકોન્ડામાં બંધાયું. એ પછી આંધ્રપ્રદેશમાં ઘણા પિરામિડો બાંધવામાં આવ્યાં. સમગ્ર વિશ્વમાં સૌપ્રથમ પત્રીજી દ્વારા પિરામિડ ધ્યાન પ્રકાશમાં આવ્યું. પિરામિડ ની અંદર ધ્યાન કરવામાં આવે તો એ ત્રણ ગણું સઘન બને છે.

માનવતાની સેવા માટે અભિયાન

પત્રીજીએ ૧૯૯૨માં તેમની નોકરી માંથી રાજીનામું આપ્યું. ત્યારથી તેઓ સતત સમગ્ર માનવજાતની સેવામાં લાગી ગયા છે.

૧૯૯૨ થી તે પત્રીજીના સંનિષ્ઠ અને સમર્પિત પ્રયાસોના પરિણામે આજે ભારતભરમાં સેકડો પિરામિડ સ્પિરિચ્યુઅલ સોસાયટીઓ સ્થપાઈ છે.

અધ્યાત્મવિજ્ઞાન સાહિત્ય

નવયુગ અધ્યાત્મ વિજ્ઞાનના ઘણા વિષયો પર તેમણે ૬૦ થી વધારે પુસ્તકો લખ્યાં છે. તેમની ઘણી ઓડિયો તેમજ વિડીઓ સીડી અને કેસેટ્સ, મોટે ભાગે તેલુગુ ભાષામાં બની છે.

તેમના દ્વારા લખાયેલું અધ્યાત્મવિજ્ઞાન ને લગતું સાહિત્ય ઘણી ભાષાઓમાં સામયિક, પુસ્તકો, ઓડિયો અને વિડીઓ ના રૂપમાં પ્રકાશિત થયેલ છે.

તેમના માર્ગદર્શન હેઠળ વિશ્વના સ્પિરિચ્યુઅલ માસ્ટરો દ્વારા લખાયેલા ઘણાં પુસ્તકો નો અનુવાદ તેલુગુ, કન્નડ, હિન્દી, તામિલ વગેરે ભાષાઓમાં કરવામાં આવ્યો છે.

બ્રહ્મર્ષિ

૧૯૯૭ માં તિરૂપતિનગર (આંધ્રપ્રદેશ) માં બધા પિરામિડ માસ્ટરો એકઠા થયા હતાં. તેમણે સર્વાનુમતે પત્રીજીને ‘બ્રહ્મર્ષિ’ ની ઉપાધી આપીને વિભૂષિત કર્યા હતાં.

આખા વર્ષ દરમિયાન પત્રીજી અંતરિયાળ ગામડાઓ સહીત દેશના દરેક ખૂણાનો પ્રવાસ કરે છે, અને દરેક ઉમરની વ્યક્તિઓ માટે ધ્યાનના વર્ગો, તેમજ શિબીરોનું સંચાલન કરે છે. આજ સુધીમાં તેમણે આનાપાનસતિ ધ્યાન, શાકાહાર અને નવયુગ અધ્યાત્મ વિજ્ઞાનના સંદર્ભે હજારો વર્કશોપ તેમજ શિબિરોનો સંચાલન કર્યું છે.

સંગીત અને ધ્યાન

પત્રીજી સારા ગાયક તેમજ સુંદર વાંસળીવાદક પણ છે. તેમણે ગહેરા અને સઘન ધ્યાનના અનુભવ માટે ધ્યાન અને સંગીતને જોડતી કેટલીક પધ્ધતિઓ વિકસાવી છે.

પૂર્ણચંદ્ર ઉર્જા

જીવન પ્રકૃતિ સાથે જોડાયેલું હોવું જોઈએ એમ તેઓ માને છે, માટે ગાઢ જંગલોમાં ગ્રુપ ટ્રેકિંગ ના કાર્યક્રમોને પ્રોત્સાહન આપે છે તેમજ પૂર્ણચંદ્ર ની રાત્રિઓમાં અખંડ રાત્રી ધ્યાનનું આયોજન પણ કરે છે.

લાઈફટાઇમ એચીવમેન્ટ એવોર્ડ

પત્રીજીને નવેમ્બર ૨૦૦૬ માં આરોગ્યધામ, મહાત્મા ગાંધી ઇન્સ્ટીટયુટ ઓફ મેડીકલ સાયન્ટીસ્ટસ, સેવાગ્રામ વર્ધા આયોજિત સમારોહમાં નેશનલ સીમ્પોસીયમ ખાતે તેમને પવિત્ર જીવન પ્રણાલી ના વિજ્ઞાન તથા વિશ્વસ્તરે અપનાવાયેલી તેમની કાર્યપધ્ધતિ માટે લાઈફટાઇમ એચીવમેન્ટ એવોર્ડ એનાયત કરવામાં આવેલ છે.



LIFE-TIME ACHIEVEMENT AWARD
Nov, 2006



DHYAN VISHARAD AWARD
Mar, 2013

ધ્યાન જગત

પત્રીજીનું સ્વપ્ન ૨૦૧૨ સુધીમાં ધ્યાન જગત નિર્માણ કરવાનું છે. અત્યારના સમયમાં દુનિયાએ તેમના ધ્યાન-વિજ્ઞાનને ખુશી અને પ્રેમથી સ્વીકારી લેવાની જરૂર છે. એટલે કે આનાપાનસતિ. બધી પિરામિડ સ્પિરિચ્યુઅલ સોસાયટીઝ મુવમેન્ટ આ માટે પ્રયત્ન કરી રહી છે.

આનાપાનસતિ ધ્યાન અને શાકાહાર આખા જગતની સુખાકારી તેમજ સ્વાસ્થ્ય માટે પાયાની જરૂરિયાત છે એમ પત્રીજીનું માનવું છે.

No Copyright. Please spread the message of Anapanasati Meditation, Vegetarianism and Spiritual Science to the whole world.
Powered by PyramidEarth