પાલી ભાષામાં “આનાપાનસતિ” નો અર્થ સહજ અને પ્રાકૃતિક શ્વસનક્રિયા પર જાગૃતિ અને પૂર્ણ એકાગ્રતા સાથે રહેવું એવું થાય છે.
આના ... એટલે ... અંદર જતો શ્વાસ
અપાન ... એટલે ... બહાર આવતો શ્વાસ
સતિ ... એટલે ... સાથે હોવું
આ ‘આનાપાનસતિ’ માં સહજ અને પ્રાકૃતિક રીતે ચાલતા શ્વાસ પર મનને એકાગ્ર કરવાનું છે. પ્રયાસો કરતાં કરતાં આનંદપૂર્ણ રીતે શ્વાસની સાથે રહેવાનું છે.
કોઈ મંત્ર-જાપ કરવાનો નથી કે કોઈ દેવી દેવતાઓના સ્વરૂપોને મનમાં લાવવાના નથી, શ્વાસ રોકી રાખવો કે ‘કુંભક’ જેવા હઠયોગ ના પ્રાણાયામ કરવાનો પણ પ્રયત્ન કરવાનો નથી.
આરામ થી બેસી શકાય તે રીતે બેસવાનું છે. હાથ એકબીજાં સાથે, બધી આંગળીઓ એકબીજામાં પરોવાય જાય એ રીતે રાખવા. આંખો બંધ રાખવી.
સૌથી મહત્વની વાત, વારંવાર મનમાં ઉઠતા ચીલાચાલુ વિચારોને પ્રયત્નો થી દૂર કરવાના છે. અને જ્યાં-ત્યાં ભટકતા મન ને રોકવાની કોશિશ કરતા રહેવાની છે.
જયારે આપણે શ્વાસની સાથે હોઈએ છીએ ત્યારે મન ખાલી કે શૂન્ય થઇ જાય છે. આ સમયે સ્થૂળ શરીરમાં વૈશ્વિક ચૈતન્યનો અદભુત અવતરણ થાય છે. સુષુપ્ત રહેલી ત્રીજી આંખ (Third Eye) ધીરે ધીરે સક્રિય થવા લાગે છે અને વૈશ્વિક ચેતનાનો અનુભવ થવા લાગે છે.
No Copyright. Please spread the message of Anapanasati Meditation, Vegetarianism and Spiritual Science to the whole world.
Powered by PyramidEarth