પિરામિડ સ્પિરીચ્યુઅલ સોસાયટી મુવમેન્ટ

પિરામિડ સ્પિરીચ્યુઅલ સોસાયટી મુવમેન્ટ એક બિન-ધાર્મિક, બિન-સાંપ્રદાયિક અને બિન-વ્યાપારી સ્વૈચ્છિક-સંગઠન છે. જેમનો મુખ્ય ઉદેશ્ય અનાપાનસતિ ધ્યાન, શાકાહારવાદ અને પિરામિડ-શક્તિ નો પ્રચાર તેમજ પ્રસાર દરેક સુધી પહોચાડવાનો છે.

પિરામિડ સ્પિરીચ્યુઅલ સોસાયટીઝ મુવમેન્ટ (PSSM) ની સ્થાપના આર્ષદ્રષ્ટા માસ્ટર બ્રહ્મર્ષિ પત્રીજીએ ૧૯૯૦ માં કરી હતી. જાતિ, ધર્મ કે પ્રદેશના બંધન કે ભેદભાવ વિના સમગ્ર માનવજાતને આધ્યાત્મિક અને સંવાદિતતાભર્યા જીવનના લાભો સરળતાથી ઉપલબ્ધ થાય એ સંદેશ ફેલાવવાનું કાર્ય આ સંસ્થા કરી રહી છે. “ધ કરનુલ સ્પિરીચ્યુઅલ સોસાયટી” ના રૂપમાં સન ૧૯૯૦ માં જેનો શુભારંભ થયો ત્યારથી આજસુધીમાં પિરામિડ ધ્યાન આંદોલન (Pyramid Meditation Movement) ૨૦૦૦ થી વધુ સ્વતંત્ર અને સ્વયંસંચાલિત પિરામિડ સ્પિરીચ્યુઅલ સોસાયટીઓ ભારતભરમાં અને વિદેશમાં, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલીયા, અમેરિકા, ઇંગ્લેન્ડ, સિંગાપોર, મલેશિયા, યુ.એ.ઈ., વિયેતનામ, મોરેસિયસ અને શ્રીલંકા વગેરે દેશોમાં લાખો સ્વયંસેવકો અને સક્રિય સભ્યો ધરાવે છે.

પિરામિડ સ્પિરીચ્યુઅલ સોસાયટી મુવમેન્ટ - પ્રવૃતિઓ અને સિધ્ધિઓ

  • ધ્યાન પ્રત્યે લોકોમાં જાગૃતિ લાવવી.
  • લાખોની સંખ્યામાં નિ:શૂલ્ક ધ્યાન શિક્ષણવર્ગો અને સક્રિયશિબિરો (વર્કશોપ) યોજેલા છે. પિરામિડ માસ્ટરો ધ્યાન શિખવવા માટે કોઈ ચાર્જ લેતા નથી.
  • આજ સુધીમાં ૩૦,૦૦૦ થી વધુ ગામડાઓ, નગરો અને મોટા શહેરોમાં પહોંચી શકાયું છે.
  • ૭૫ થી વધુ અગ્રગણ્ય શહેરોમાં એક થી વધુ દિવસોની ધ્યાન શિબિરોનું વિશાળ આયોજન કર્યું છે.
  • “ગ્લોબલ કોંગ્રેસ ઓફ સ્પિરીચ્યુઅલ સાયન્ટીસ્ટસ” ના ચાર વાર્ષિક સમારંભો નું આયોજન પિરામિડ વેલી ઇન્ટરનેશનલ, બેંગ્લોર ખાતે કરેલું છે. G.C.S.S. ના આ મહાસંમેલનોમાં વિશ્વના ઘણા અધ્યાત્મગુરૂઓ તથા અધ્યાત્મ વિજ્ઞાનીઓ ભાગ લે છે.
  • “ઇન્ડિયન ફેડરેશન ઓફ સ્પિરીચ્યુઅલ સાયન્ટીસ્ટસ” ના નેજા હેઠળ અનેક શહેરોમાં અધ્યાત્મ વિજ્ઞાન ની ઘણી કાર્ય-શિબિરો (વર્કશોપ) કરવામાં આવ્યા છે.
  • “ધ્યાન મહાયજ્ઞમ” અને “ધ્યાન મહાચક્રમ” જેવા વાર્ષિક સમારોહ નું આયોજન કરે છે, જેમાં હજારો ધ્યાનીઓ અને પિરામિડ માસ્ટરો ની હાજરી હોય છે.
  • પિરામિડ વેલી ઇન્ટરનેશનલ, બેંગ્લોર ખાતે દર વર્ષે બુદ્ધપૂર્ણિમા મહોત્સવનું આયોજન કરે છે. જેમાં લાખોની સંખ્યામાં ધ્યાનીઓ તેમજ માસ્ટરો હાજર રહે છે.

અધ્યાત્મ-સાહિત્ય પ્રકાશન

  • પેમ્પલેટ, બુકલેટ, બ્રોશર અને પોસ્ટરના રૂપમાં દસેક કરોડ જેટલી નકલો અધ્યાત્મ વિજ્ઞાન સાહિત્યની છાપી અને વહેચવામાં આવી છે.
  • ૧૦૦ થી વધુ આધ્યાત્મિક પુસ્તકો, ઓડિયો અને વિડીયો સીડી પત્રીજી તેમજ બીજા જાગૃત પીરામીડ માસ્ટરોની પ્રસિદ્ધ કરાયેલ છે.
  • વિશ્વકક્ષાના અધ્યાત્મગુરૂઓના ૫૦ થી વધુ પુસ્તકો અનુવાદિત કરીને ભારતીય ભાષાઓમાં પ્રકાશિત કરેલા છે.
  • ઈંગ્લીશ, હિન્દી અને બીજી સાત પ્રાદેશિક ભાષામાં માસિક, દ્વિમાસિક અને ત્રિમાસિક સામયિકો પ્રગટ કરે છે.

ધ્યાન અને અધ્યાત્મ શિક્ષણ કેન્દ્રની સ્થાપના

  • ભારતભરમાં અને વિશ્વમાં ૧૦,૦૦૦ થી પણ વધુ પિરામિડ ધ્યાન કેન્દ્ર ની સ્થાપના કરેલી છે.
  • ૫૦ થી વધુ મોટા પિરામિડ તેમજ ૫૦૦૦ થી વધુ રૂફ-ટોપ (અગાશી કે ધાબા પર બનાવેલા) પિરામિડો દેશભરમાં બનાવેલા છે.
  • બેંગલુરૂ પાસે “પિરામિડ વેલી ઇન્ટરનેશનલ મેડીટેશન એન્ડ સ્પિરિચ્યુઅલ સાયન્સ ટીચીગ સેન્ટર” સ્થાપવામાં આવેલું છે.

ફોકસ ગ્રુપ અને સામાજીક સંગઠનો

  • “પિરામિડ યંગ માસ્ટર્સ એસોશીએશન” : ની રચના કરવામાં આવેલી છે. જે શાળા અને કોલેજ સ્તરે બાળકો અને યુવાનોને ધ્યાન શીખવે છે. ઘણા રાજ્યોમાં આ સંસ્થા કાર્યશીલ છે.
  • “પિરામિડ ડોક્ટર્સ એસોશીએશન” : ૫૦ થી વધુ ડોકટરો પિરામિડ સ્પિરિચ્યુઅલ હેલ્થકેર સેન્ટરો ચલાવી રહ્યા છે. રોગ નિવારણ માટે તેઓ ધ્યાન ની ભલામણ કરે છે.
  • “ઇન્ડિયન ફેડરેશન ઓફ સ્પિરીચ્યુઅલ સાયન્ટીસ્ટસ” : આ સંસ્થા બધા અધ્યાત્મગુરૂઓ અને અધ્યાત્મ વિજ્ઞાનીઓના પ્રયોગો, પ્રયાસો ને જ્ઞાન અને એકસુત્રમાં બાંધીને શાળા તેમજ કોલેજોમાં શિખવવા માટે નો અભ્યાસક્રમ નક્કી કરે છે.

No Copyright. Please spread the message of Anapanasati Meditation, Vegetarianism and Spiritual Science to the whole world.
Powered by PyramidEarth