PSSM નું પ્રતીક ચિહન

પિરામિડ સ્પિરિચ્યુઅલ સોસાયટીઝ મુવમેન્ટ ના આ પ્રતીક ચિહન માં દર્શાવેલી બાબતોનો અર્થ આ પ્રમાણે છે.

  • ત્રિકોણ
  • કિરણો સાથેનો અર્ધસૂર્ય
  • આભામંડિત ચક્રો સાથે ધ્યાની વ્યક્તિ
  • શક્તિ-ચેતના-જ્ઞાન
  • ખુલ્લું પુસ્તક
  • તુંજ તારો પ્રકાશ બન

ત્રિકોણ

આ ત્રિકોણ પૂર્ણાત્માનું પ્રતીક છે.

અધ્યાત્મ વિજ્ઞાનનું મુખ્ય ધ્યેય પૂર્ણાત્મા તરફથી જ્ઞાન અને પ્રજ્ઞાના સારભૂત તત્વને પૃથ્વી પર રહેતા જીવાત્માઓ સુધી પહોચાડવાનું છે. આ પૂર્ણાત્મા માંનો ‘કર્તા’ પૃથ્વી પર જીવાત્મા ના રૂપમાં છે. ધ્યાન ના અનુભવો માં આપણે આપણા પૂર્ણાત્મા અને ત્રિ-પરિમાણીય કાચ (3D Prism) ના રૂપમાં જોઈ શકીએ છીએ.

અર્ધસૂર્ય અને કિરણો

સૂર્ય ફરી એકવાર અહિ પૂર્ણાત્માના પ્રતીક રૂપે દર્શાવેલો છે.

જીવાત્માએ પૂર્ણાત્માના કિરણ રૂપે છે. આ પૃથ્વી પરનો દરેક વ્યક્તિ ઉચ્ચસ્તરના વિશ્વ સાથે, પૂર્ણાત્મા સાથે જોડાયેલો હોય છે. પૂર્ણાત્મા એ આપણા આત્માની પરીપૂર્ણતા, કિરણો સાથેના સૂર્ય જેવો છે.

દરેક જીવાત્માનું મુખ્ય લક્ષ્ય, શરીરમાં છીએ ત્યાં સુધીમાં પૂર્ણાત્મા તરફથી વધુ ને વધુ પ્રજ્ઞા અને જ્ઞાન મેળવવું એ હોવું જોઇએ.

અર્ધસૂર્ય એટલા માટે કે આ પૃથ્વીલોક ના જીવન ના કોઈ પણ દ્રષ્ટિકોણ થી જોતા પૂર્ણ રીતે પૂર્ણાત્મા ની ધારણા સંભવિત નથી. ફક્ત તેની આછી રૂપરેખા ની ધારણા થઇ શકે છે. બાકીનું અંત:પ્રેરણા અને અનુભૂતિ થી જ સમજી શકાય.

આભા-મંડિત ચક્રો સાથેનો ધ્યાની વ્યક્તિ

PSSM ના પ્રતીક ચીહન માં ધ્યાનમાં બેસેલો વ્યક્તિ છે.

પિરામિડ સ્પિરિચ્યુઅલ સોસાયટીઝ મુવમેન્ટ નો મહત્વનો સંકલ્પ ધ્યાન-વિજ્ઞાનનો પ્રચાર તેમજ પ્રસાર કરવાનો છે. બુદ્ધત્વ કે પરમાત્માના સાક્ષાત્કાર તરફ જતો રસ્તો ધ્યાનમાં મેળવેલા અનુભવો તેમજ આત્મિકજ્ઞાન દ્વારા જ મળે છે.

ધ્યાનમાં ગુરૂત્વાકર્ષણ વિરુદ્ધનો અનુભવ થઈ શકે છે. સ્થૂળ શરીર માંથી સુક્ષ્મ શરીર મુક્ત થઇ ને આકાશિક યાત્રા (Astral Travel) નો અનુભવ કરી શકે છે. જે ઉચ્ચતમ લોકો (વિશ્વ) માં મુક્તપણે ભ્રમણ કરી શકાય છે.

સૂક્ષ્મતમ ઇન્દ્રિયોની સક્રિયતા જોવા મળે છે. અંત:ઇન્દ્રિયોની પૂર્ણ જાગૃતિ રૂપે ત્રિનેત્ર (Third Eye) ની પ્રાપ્તિ થાય છે.

જયારે ત્રીજી આંખ પૂર્ણપણે સક્રિય થાય છે ત્યારે દિવ્યદ્રષ્ટિ તેમજ આકાશિક આલેખો (Astral Record) ને જોઈ શકવાની ક્ષમતા મળે છે.

જયારે ત્રિનેત્ર સક્રિય થાય છે ત્યારે આ પાર અને પેલે પાર નું ઘણું જોય શકાય છે. બ્રહ્માંડમાં રહેલા અનેક અલગ અલગ તન્માત્રાઓ ધરાવતા જગત ને જોઈ-જાણી શકવાનું સામર્થ્ય સહજ ઉપલબ્ધ હોય છે. આ વિશ્વમાં બનતી બધી ઘટનાઓના કાર્ય-કારણો નું સત્ય સમજાય છે. ધ્યાનમાં આગળ વધેલાઓએ ત્રિનેત્ર ની સક્રિયતા ને વધુ પ્રાધાન્ય આપવું જોઈએ.

આભામંડળ એ દરેક અલગ અલગ પ્રકારના ઉર્જાકેન્દ્રો ફરતે વીટેલાયેલી આભા છે. ચક્રો એ પ્રાણિક ઉર્જાના સુક્ષ્મ શરીરમાં આવેલા મુખ્ય કેન્દ્રો છે.

નાના પિરામિડોમાં ધ્યાન કરતા ઘણા લોકોના અભિપ્રાય મુજબ વ્યક્તિના E-C-W ના વિકાસમાં પિરામિડ ની રચનાનો જ મુખ્ય પ્રભાવ જોવા મળે છે.

શક્તિ-જાગૃતિ-જ્ઞાન

આપણે બધા E-C-W એકમો છીએ એમ કહી શકાય. સમગ્ર અસ્તિત્વમાં એવું કઇ જ નથી, જે ‘નથી’, બધા જીવોમાં, કે પદાર્થોમાં ફક્ત E-C-W ની માત્રાનો ફરક છે.

આ ત્રણેય, શક્તિ, જાગૃતિ અને જ્ઞાન પ્રમાણસરની માત્રાના અનુસંધાને એકબીજા સાથે જોડાયેલા છે. જેમકે આપણે વધુ ઉર્જાવાન હોઈએ તો વધુ જાગૃતિ સંભવ છે. જો વધુ જાગૃત હોઈએ તો વધુ જ્ઞાન પ્રત્યે સભાન થઇ શકીએ છીએ. વધુ જ્ઞાન થી વધુ જાગૃતિ તરફ જઈ શકીએ અને વધુ ઉર્જાવાન પણ બની શકીએ.

આપણા બધા અનુભવોનો સાર, જેને આપણે જ્ઞાન કહીએ છીએ, એ વીતેલા યુગોના અનુભવો નો પણ સાર છે આ સારભૂત જ્ઞાન એ રત્ન પણ છે, અર્ક પણ છે અને વિકસિત ફૂલ પણ છે.

દરેક નું એ મહત્વનું કાર્ય બની રહેવું જોઈએ કે પોતાના જીવનકાળ દરમિયાન પોતાના E-C-W ને ઉચ્ચસ્તરે લઇ જાય. ઉત્ક્રાંતિનો અર્થ આજ છે અને આધ્યાત્મિક ઉન્નતિ પણ આને જ કહી શકાય.

ખૂલ્લું પુસ્તક

આ ખુલ્લા પુસ્તક નો અર્થ થાય છે સ્વાધ્યાય, આધ્યાત્મિક પુસ્તકોનું વાંચન અને અભ્યાસ.

ઓશો, લોબસાંગ રામપા, રીચાર્ડ બેચ, જેન રોબર્ટસ, કાસ્ટાનેડા, લિન્ડા ગુડમેન, એડગર રાઈસ, સ્વામી રામ, પરમહંસ યોગાનંદ જેવા માસ્ટરો ના પુસ્તકો લોકો વાંચે એ માટે પ્રેરણા આપવી એ PSSM ની કાર્યસૂચી નું એક ધ્યેય છે.

તમે જ તમારા પ્રકાશ બનોE

આ પૃથ્વી પર અત્યારે આપણે જેવા છીએ તેવા હોવા માટે જવાબદાર આપણે એકલા જ છીએ. આપણે જ આપણા માટે પ્રકાશ બનવાની જરૂર છે. બીજાઓ માર્ગદર્શન આપી શકે, પરંતુ આપણને બદલી શકે નહિ. આપણે સમજી લેવું જોઈએ કે પ્રત્યેક ક્ષણે આપણે જ આપણું સર્જન કરી રહ્યા છીએ.

પ્રથમ તો આપણે આપણા સંકલ્પોની પસંદગી ખૂબ જ સમજી વિચારીને કરવી જોઈએ અને તેના શુદ્ધ સ્વરૂપમાં છેક સુધી જાળવી રાખવા માટે મક્કમ થવું પડે. મજબૂત ઈરાદાઓ જ સંકલ્પ માટે પ્રતિભાવાત્મક વાતાવરણ સર્જી શકે છે.

No Copyright. Please spread the message of Anapanasati Meditation, Vegetarianism and Spiritual Science to the whole world.
Powered by Pyraminds