ધ્યાન ના ફાયદાઓ

ધ્યાનનાં અનેકવિધ લાભો છે.

  • શારીરિક બધી જ બીમારીઓનો સંપૂર્ણ ઈલાજ સંભવ છે.
  • સ્મરણ-શક્તિ નો વિકાસ થાય છે.
  • નકામી આદતો પોતાની મેળે નીકળી જાય છે.
  • મન હંમેશા શાંત અને પ્રશન્ન રહે છે.
  • બધા કાર્યો વધુ કુશળતાપૂર્વક કરી શકાય છે.
  • ઊંઘ માટે બહુ ઓછા સમયની જરૂર પડે છે.
  • સંબંધો વધુ ગુણવત્તાસભર તેમજ તૃપ્તિદાયક બને છે.
  • વિચારશક્તિ માં નોંધપાત્ર વધારો થાય છે.
  • સારાં/નરસાં નો ભેદ જાણી શકવાની ક્ષમતામાં વૃધ્ધિ થાય છે.
  • જીવનનું ધ્યેય વધુ સારી રીતે સમજી શકાય છે.

સ્વાસ્થ્ય નો લાભ

બધા શારીરિક રોગો માનસિક ચિંતાઓના કારણે ઉદ્દભવે છે. માનસિક ચિંતાઓ બૌધિક અપરિપક્વતાનાં કારણે જન્મે છે. આ બૌધ્ધિક અપરિપક્વતા – આધ્યાત્મિક ઉર્જા અને સમાજના અભાવને કારણે પેદા થાય છે. રોગો મૂળ રૂપમાં તો આપણા પૂર્વજન્મોનાં ઋણાત્મક તેમજ નકારાત્મક કર્મોનાં ફળ સ્વરૂપે હોય છે. આ નકારાત્મક કર્મોનો પ્રભાવ જ્યાં સુધી દૂર ન થાય ત્યાં સુધી રોગો પણ જતા નથી. આ કર્મોના નિરાકરણ માટે કોઈ દવા પણ કામ આપતી નથી.

ધ્યાન દ્વારા આપણને પ્રચૂર માત્રામાં આધ્યાત્મિક ઉર્જા તેમજ જ્ઞાન (સમજ) મળે છે. ત્યારે બુધ્ધિની પરિપક્વતા પણ પ્રાપ્ત થાય છે. ધીરે ધીરે બધી માનસિક ચિંતાઓ દૂર થવા લાગે છે, સાથે સાથે રોગો પણ અદ્રશ્ય થઇ જાય છે. બધા રોગોના ઉપચાર માટે ધ્યાન એકમાત્ર ઉપાય છે.

સ્મરણશક્તિમાં વૃધ્ધિ

ધ્યાન દ્વારા પ્રાપ્ત આધ્યાત્મિક ઉર્જા મગજને વધુ કુશળતાપૂર્વક કામ કરવામાં મદદ કરે છે. મગજ પોતાની વિશેષ અને અધિક ક્ષમતાથી કામ કરી શકે છે. ધ્યાન દ્વારા સ્મરણશક્તિ માં પણ અતિશય વધારો જોવા મળે છે. વિદ્યાથીઓ માટે ધ્યાન બહુ જરૂરી છે. – સ્કૂલોમાં ભણતાં હોય કે યુનિવર્સીટીમાં, ધ્યાન તેમને ખુબ જ મદદરૂપ થઇ શકે તેમ છે.

વ્યર્થ આદતોનું નિવારણધિ

આપણે બધાને જ કોઈ ને કોઈ એકાદ તો વ્યર્થ આદત હોય જ છે. એ પછી વધારે પડતું ખાવું કે ઊંઘવું, નશાયુકત પદાર્થનું સેવન હોય કે પછી સતત વાતો કરવાની ટેવ હોય. ધ્યાન દ્વારા મળતી આધ્યાત્મિક ઉર્જા અને સમજ નાં કારણે આ બધી આદતોનો અંત આવી શકે છે.

આનંદમય મનિ

લગભગ બધા લોકોને પોતાના જીવનમાં હાર, અપમાન અને પીડાઓ નો અનુભવ થતો હોય છે. અધ્યાત્મ ઉર્જા અને જ્ઞાનથી સમૃદ્ધ વ્યક્તિનાં જીવનમાં હંમેશા શાંતિ અને આનંદ છવાયેલો રહે છે. નકારાત્મક પરિબળોની ખરાબ અસરો થી તે મુક્ત રહી શકે છે.

કાર્યકુશળતા માં વૃધ્ધિ

આધ્યાત્મિક ઉર્જાથી ભરપુર અને અધ્યાત્મજ્ઞાની વ્યક્તિ પોતાનું કોઈપણ કામ, ચાહે શારીરિક હોય કે માનસિક, અધિક કુશળતા અને ચાતુર્યથી કરી શકે છે.

નિંદ્રા અને અલ્પ સમયની આવશ્યકતાધિ

ધ્યાન દ્વારા અધિકતમ આધ્યાત્મિક ઉર્જા મળે છે. જયારે નિંદ્રા દ્વારા ફક્ત એક નાનકડા અંશ જેટલી જ મળી શકે છે. જો અર્ધો કલાક સઘન ધ્યાન કરવામાં આવે તો તેના વડે મળતી ઉર્જા, છ કલાકની ગાઢ ઊંઘ થી મળે એટલી હોય છે. આનાથી શરીરને એટલો જ આરામ અને મનને પણ એટલી જ શક્તિ મળે છે.

સંબંધોની ગુણાત્મકતા

આધ્યાત્મિક બુધ્ધિમતાનો અભાવ એજ એકમાત્ર કારણ છે જેમાં પરિણામે આપણા સંબંધો (Relationsss) માં ગહેરાઈ, ગુણવત્તા કે પૂર્ણતા જોવા મળતી નથી.

વિચારશક્તિા

વિચારો ને પોતાના ધ્યેય સુધી પહોચાડવા માટે શક્તિની જરૂર હોય છે. અશાંત મનમાં ઉઠતા વિચારોમાં તો શક્તિ હોતી જ નથી. મન જયારે પૂર્ણ શાંત હોય છે ત્યારે વિચારોને શક્તિ મળે છે અને સંકલ્પો સાકાર સહેલાઇ થી થઈ શકે છે.

ખરા-ખોટા નો વિવેકા

આધ્યાત્મિક રીતે પરિપૂર્ણ વ્યક્તિનાં જીવનમાં ક્યારેય પણ દુવિધા કે દ્વિધા હોતી નથી. એ હંમેશા સાચો જ નિર્ણય લેતો હોય છે.

જીવનનું ધ્યેયા

આપણે બધા ખાસ કોઈ એક લક્ષ્યને ધ્યાન માં રાખીને આ દુનિયામાં જન્મ ધારણ કરીએ છીએ. જીવનનું ખાસ કોઈ ધ્યેય સ્પષ્ટ હોય છે અને જીવન વિષેની ધારણા પણ. આ ફક્ત આધ્યાત્મિક રીતે પરિપક્વ વ્યક્તિ જ જાણી શકે છે, અને પોતાના વિશિષ્ટ ધ્યેય અને જીવનનાં આયોજન પ્રત્યે સજાગ રહી શકે છે.

પત્રીજી કહે છે કે ધ્યાન થી જ આત્મ પોતાનું આધ્યાત્મિક અજ્ઞાનનું કોચલું તોડીને બહાર નીકળી શકે છે. અને વધુ ને વધુ ધ્યાન કરતા રહેવાથી નવા નવા અનુભવો થતા રહે છે અને આ વિશિષ્ટ વિશ્વના સત્યોનો અનુભવ તે કરે છે. આ જ જાગૃતિ છે અને જ્ઞાનોદય પણ આ જ છે.

No Copyright. Please spread the message of Anapanasati Meditation, Vegetarianism and Spiritual Science to the whole world.
Powered by Pyraminds