પિરામિડ માસ્ટરો માટે માર્ગદર્શક નિયમો

પિરામિડ સ્પિરિચ્યુઅલ સોસાયટીઝ મુવમેન્ટના પિરામિડ માસ્ટરો માટેના અઢાર માર્ગદર્શક નિયમો નીચે મુજબ છે.

 1. સાચી રીતે ધ્યાન કરો દા.ત. આનાપાનસતિ. બધાને આજ આનાપાનસતિ શીખવાડો. કોઈ અઘરાં આસનો કે પ્રાણાયામની વિધિ નહિ.
 2. સારા આધ્યાત્મિક પુસ્તકો વાંચો દા.ત. ઓશો, લોબસાંગ રામ્પા, રીચાર્ડ બેચ, જેન રોબર્ટસ, કાસ્ટાનેડા, લિન્ડા ગુડમેન, એડગર રાઈસ, સિલ્વીયા બ્રાઉન, સ્વામી વગેરે.
 3. ધ્યાનના અનુભવો ની આપ-લે બધા સાથે કરો.
 4. દિવસના મોટાભાગ નો સમય શાંતીમાં રહો. નિરર્થક વાતો થી દૂર રહો.
 5. સઘન ધ્યાન માટે પૂર્ણિમા ની રાત્રીનો ઉપયોગ કરો.
 6. પિરામિડ ઉર્જાનો બની શકે તેટલો ઉપયોગ ધ્યાન માટે કરો.
 7. બધી દવાઓ છોડો, ફક્ત ધ્યાનની ઉર્જા બધું મટાડી દેશે.
 8. માંસ, માછલી કે ઈંડા બિલકુલ નહિ, શાકાહારી બનો, જરૂર પુરતું જ ભોજન લો.
 9. પ્રકૃતિ સાથે વધુ સમય રહો, જેમકે જંગલ, નદી, પહાડો, ખુલ્લા મેદાનો.
 10. ધાર્મિક લાગે તેવા વસ્ત્રો ન પહેરવા, ટીલા-ટપકાં કે વિધિ વિધાનો નહિ.
 11. બાળકોને નાનપણ થી જ ધ્યાન નું શિક્ષણ આપો.
 12. માસ્ટરની જેમ જીવતાં શીખો. શિષ્યોની જેમ નહિ.
 13. ધ્યાન શિક્ષણ શિબીરોમાં પૈસાની લેવડ-દેવડ નહિ.
 14. મૂર્તિ-પૂજા નહિ. જીવિત ગુરુઓની પણ પૂજા અર્ચના નહિ.
 15. તમારા વ્યક્તિગત પ્રશ્નો કે સમસ્યાનું નિરાકરણ ધ્યાન શક્તિ થી જ કરો.
 16. સહજ કૌટુંબિક જીવન માણો, સન્યાસ કે ત્યાગ નહિ.
 17. ગામડાં, શહેરો અને નગરોમાં પિરામિડ ધ્યાન કેન્દ્રોની સ્થાપના કરવી.
 18. તમારા વ્યક્તિગત રૂપાંતરણ અને આધ્યાત્મિક અનુભવો નો પ્રચાર-પ્રસાર કરો.

No Copyright. Please spread the message of Anapanasati Meditation, Vegetarianism and Spiritual Science to the whole world.
Powered by Pyraminds